ડેટિંગ ટિપ્સ
મોટાભાગની ડેટ્સ ફક્ત સારા અનુભવો હોય છે. થોડી આદતો તેમને વધુ સુરક્ષિત બનાવે છે.
મળતા પહેલાં
- તમે તૈયાર ન અનુભવો ત્યાં સુધી ઍપમાં વાત કરો – કોઈ ઉતાવળ નથી.
- વેરિફિકેશન ચેક જુઓ અને ખાતરી ન હોય તો વીડિયો કૉલ માટે કહો.
- શરૂઆતમાં ક્યારેય તમારું સરનામું, કામના સ્થળની વિગતો કે બેંકની માહિતી શેર ન કરો.
ડેટ દરમિયાન
- જાહેર સ્થળે મળો અને આવવા-જવાની વ્યવસ્થા જાતે કરો.
- મિત્રને કહો કે તમે ક્યાં છો, અથવા ઍપમાં ડેટ ચેક વાપરો.
- તમારા ડ્રિંક પર નજર રાખો અને કંઈક ખોટું લાગે તો નીકળી જાઓ.
પછીથી
- તમે ક્યારેય કોઈને બીજી ડેટ માટે બંધાયેલા નથી.
- અમારા નિયમો તોડનાર વર્તનનો રિપોર્ટ કરો – ભલે તે ઑફલાઇન થયું હોય.
- જો તમે ગુનાનો ભોગ બન્યા હો તો પોલીસનો સંપર્ક કરો.